મસ્જિદ હોલી છે, મંદિર સેક્રેડ છે

હિન્દુ ધર્મ Uncategorized

મસ્જિદ હોલી છે, મંદિર સેક્રેડ છે

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 20 જુલાઇ 2018)

રાજીવ મલ્હોત્રાએ શિવાજી પાર્કના વીર સાવરકર સભાગૃહમાં જે પ્રવચન કર્યું તે આખેઆખું જોવા/સાંભળવા માટે તમે યુ ટ્યુબ સર્ચ કરી શકો છો. મલ્હોત્રાએ આંખ ઉઘાડનારી એક જબરજસ્ત વાત અયોધ્યાના રામ મંદિરની બાબતમાં કરી. કમ સે કમ મારા માટે તો આ વાત સાવ નવી હતી. સભામાં ઉપસ્થિત અનેક શ્રોતાઓ માટે પણ આ વાત નવી હશે. રાજીવ મલ્હોત્રાએ કહ્યું: ‘ઈસ્લામમાં હોલી (એચ.ઓ.એલ.વાય.) સ્થળો (સાઈટ્સ) છે, પણ સેક્રેડ (એસ.એ.સી.આર.ઈ.ડી.) સાઈટ્સ નથી. સેક્રેડ સ્થળ કોને કહીશું? આ એક પથ્થર છે જે દૈવી છે, ડિવાઈન છે એવી આપણને શ્રદ્ધા હોય તો એ જગ્યા સેક્રેડ થઈ ગઈ. એ દિવ્ય પથ્થર કે મૂર્તિ સાથે હું મનોમન સંવાદ કરી શકું છું, પ્રાર્થના કરી શકું છું, મારી વ્યથા વ્યક્ત કરી શકું છું, આભાર વ્યક્ત કરતી લાગણી રજૂ કરી શકું છું, કશુંક માગી શકું છું, કારણ કે મને શ્રદ્ધા હોય છે કે મારી વાત આ પથ્થરની મૂર્તિ સુધી પહોંચી રહી છે, પણ ઈસ્લામમાં જો કોઈ કહે કે મસ્જિદમાં અલ્લાહ છે તો તે ધર્મવિરુદ્ધની વાત કહેવાશે. અલ્લાહનો નિવાસ મસ્જિદમાં નથી હોતો, પણ મસ્જિદ માત્ર એક કમ્યુનિટી સેન્ટર છે, ઈસ્લામના અનુયાયીઓ માટે ભેગા થઈને અલ્લાહની બંદગી કરવાનું સ્થળ છે. આ સ્થળ કેવું હોવું જોઈએ એ વિશે કોઈ બંધન નથી. તમે તમારા ઘરમાં રહીને અલ્લાહની બંદગી કરી શકો છો, તમે રસ્તા પર અલ્લાહની બંદગી કરી શકો છો, કોઈ પણ સ્થળેથી તમે અલ્લાહની બંદગી કરી શકો છો, ઍરપોર્ટ પર અલ્લાહની બંદગી કરી શકો છો. તમારે એવા કોઈ સ્થળની જરૂર નથી જ્યાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાની વિધિ થઈ હોય. એટલે જ મસ્જિદ કોઈ સેક્રેડ જગ્યા નથી, હોલી જગ્યા છે. તમે જો કોઈ ઈસ્લામના અનુયાયીને મસ્જિદ સેક્રેડ જગ્યા છે એવું કહેશો તો એની ધાર્મિક લાગણી દુભાશે, કારણ કે સેક્રેડ જગ્યાઓમાં મૂર્તિપૂજા થતી હોય છે અને ઈસ્લામમાં મૂર્તિપૂજા પર પાબંદી છે. એ જ રીતે કુદરતનું કોઈ પણ સ્વરૂપ ઈસ્લામ માટે સેક્રેડ નથી – નદી, વૃક્ષ, મકાન, પર્વત જેવી કોઈ વસ્તુને ઈસ્લામ સેક્રેડ નહીં માને, કારણ કે આ સર્વને આકાર છે, જ્યારે એમના મતે અલ્લાહ નિરાકાર છે. આપણે ઈશ્ર્વરને આકારરૂપે પણ ભજીએ છીએ.

મારી પાસે એવા અનેક દાખલાઓ છે જેમાં સાઉદી અરેબિયા જેવા દેશોએ મસ્જિદોને ડિમોલિશ કરીને…

આગળ વાંચવા માટે ક્લિક – www.newspremi.com/gujarati/masjidhollychhe/
——————————–
WhatsApp Group : ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ 9004099112

Facebook – www.fb.me/saurabh.a.shah

Telegram – https://t.me/saurabhshahgoodmorning

Email – hisaurabhshah@gmail.com

Blog – www.saurabh-shah.com

News portal – www.newspremi.com

પુસ્તકો ઘેરબેઠાં મેળવવા – બુકપ્રથા http://bit.ly/bookpratha અથવા ધૂમખરીદી http://bit.ly/dhoomkharidi

© Saurabh Shah

Leave a Reply