( મુંબઇ સમાચાર : ગુરુવાર, 19 જુલાઇ 2018)
સુબ્રમણ્યમ સ્વામીની હાજરીમાં રાજીવ મલ્હોત્રાએ આપેલી માહિતી મુજબ મુસ્લિમોમાં પણ નાતજાતના બહોળા ભેદભાવો છે. અશરાફ, અજલાફ અને અઝલાફ આ ત્રણ જ્ઞાતિઓ વચ્ચે રોટીબેટીનો વ્યવહાર નથી. પાકિસ્તાનમાં આ ઘણો મોટો પ્રૉબ્લેમ છે. બિહારમાં જન્મેલા કેટલાક મુસ્લિમોને બીજા મુસ્લિમો નીચી જાતિના ગણે છે. ભારતના મોટાભાગના મુસ્લિમોના પૂર્વજો સ્વદેશી જ છે પણ તેઓને એનો ખ્યાલ નથી. ડીએનએ ટેસ્ટથી આ વાત પુરવાર થઈ શકે છે. આરબો આપણા જેટલા સિવિલાઈઝ્ડ નથી, સુધરેલા – સુસંસ્કૃત નથી. તમારે આપણા વારસા બદલ ગૌરવ અનુભવવું જોઈએ નહીં કે આરબોના વારસદાર બનવાની કોશિશ કરવી જોઈએ. ધર્મ અને સંસ્કૃતિ બે અલગ વાતો છે. ધર્મ ઈસ્લામ ભલે હોય, સંસ્કૃતિમાં આરબોનું અનુકરણ કરવું જરૂરી નથી, કારણ કે આ દેશની જે સંસ્કૃતિ છે, જે પરંપરા છે એ જ તમારી પણ સંસ્કૃતિ – પરંપરા છે. ક્યારેક સંસ્કૃતિને લગતી કેટલીક વાતો ધર્મમાં પ્રવેશી જતી હોય છે – ટ્રિપલ તલાક કે બહુપત્નીત્વ એવી વાતો છે. પણ એ ધર્મનો હિસ્સો નથી તે સમજવું જોઈએ. માટે જે સંસ્કૃતિના આપણે વારસદાર હોઈએ તે સંસ્કૃતિની પરંપરાને આપણે અનુસરવું જોઈએ. અહીં રહેતા મુસ્લિમોએ અહીંની પ્રજા સાથે હૉસ્ટિલિટી રાખવાની, દુશ્મનાવટ રાખવાની કોઈ જરૂર નથી. કે નથી જરૂર તેઓએ વેસ્ટ એશિયાના ઈસ્લામિક દેશોની પ્રજા સાથે પોતાને સાંકળવાની, કારણ કે અહીંના મુસ્લિમોની માતૃભૂમિ ભારત છે, જન્મભૂમિ ભારત છે, કર્મભૂમિ ભારત છે.
ઈસ્લામનો જ્યાં જન્મ થયો તે પ્રદેશ…
આગળ વાંચવા માટે ક્લિક – http://www.newspremi.com/gujarati/videshthijenusanchalan/