રાજીવ મલ્હોત્રા અને મીનાક્ષી જૈન વચ્ચે વાર્તાલાપ

આ વાતચીતમાં હું દિલ્હી યુનિવર્સિટીના ઈતિહાસ અને પોલિટિકલ સાયન્સના અધ્યાપક મીનાક્ષી જૈનના લેખન વિશે કહેવા માંગુ છું. હું એમને છેલ્લા વીસ વર્ષથી ઓળખું છું અને મારે હિસાબે તેઓ ભારતના ઈતિહાસ અને પોલિટિકલ સાયન્સના સર્વોત્તમ શિક્ષક છે. તેઓએ દિલ્હીમાં શેલ્ડોન પોલોકને લક્ષ્યમાં રાખીને યોજાયેલી સ્વદેશી ઈન્ડોલોજી-૨માં એક ખુબ જ સરસ પેપર પ્રસ્તુત કર્યું હતું.

Continue Reading

“ભારતીય અસાધારણવાદનો વિચાર” – ભારત આંતરરાષ્ટ્રીય પરિષદનો વિચાર

આ પ્રવચનમાં હું “ભારતીય અસાધારણવાદ”, તેનો અર્થ તથા વિવિધ ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર તેની અસરો વિશે ચર્ચા કરીશ. અમેરિકામાં રહેઠાણના મારા અનુભવને આધારે મારે એ ચર્ચા કરવી છે કે “અમેરિકન અસાધારણવાદ” અંગેની સમજણ અન્ય દેશોની પ્રજામાં પણ એવી જ અસાધારણવાદના કથાનકની શોધ તરફ મને કેવી રીતે દોરી ગઈ.

Continue Reading

માનવ અધિકારઃ સિક્કાની બીજી બાજુ

કાળા નાણાંને ધોળું કરવા માટે એ નાણાંને ભિન્ન ભિન્ન જટિલ માર્ગોમાંથી પસાર કરાય છે જેથી એનું સ્વરૂપ એવું સંદિગ્ધ બની જાય છે કે એના સ્ત્રોત વિષે કોઈ માહિતી રહેતી નથી અને એ છેવટે કાયદેસરના વ્યવસાયમાંથી પસાર થઈને ધોળું નાણું બની જાય છે. સદ્ભાગ્યે, એની સામે અમેરિકાના નેતૃત્વમાં વિશ્વભરમાં ચળવળ ચાલી રહી છે. તે જ રીતે […]

Continue Reading

સમાનતાના સિદ્ધાંતને પ્રત્યુત્તર

સનાતન ધર્મની પ્રચલિત માન્યતાઓનો નિષેધ એવી ધારણા વ્યાપક રીતે ફેલાયેલી છે કે અદ્વૈત એટલે દુનિયાદારીના ઉત્તરદાયિત્વથી પલાયન થઈ જવું. આ એક એવી તર્કહીન દલીલ (હાથમાં આવી ગઈ) છે કે જેને આધારે વેદાંતને નિમ્નલિખિત કારણોસર અવગણવામાં આવે છે. * વ્યક્તિના જીવનના અભ્યુદયનો અવકાશ નથી કારણ કે વેદાંત હિમાયત કરે છે કે જીવ માત્ર જે અનુભવે છે […]

Continue Reading

“જે પશ્ચિમી એ જ વૈશ્વિક” માન્યતાને પડકાર

મારાં તાજેતરના પુસ્તક “બિઈંગ ડિફરન્ટ: એન ઈન્ડિયન ચેલેન્જ ટુ વેસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ (હાર્પર કોલિન્સ ૨૦૧૧)”ના હેતુઓ પૈકી એક મહત્ત્વનો હેતુ પશ્ચિમના એ દાવાને પડકારવાનો હતો જે મુજબ સઘળું પશ્ચિમનું એ જ સમગ્ર વિશ્વનું એવું મનાય છે. આ દાવા પ્રમાણે પશ્ચિમ એ જ સમગ્ર વિશ્વના ઈતિહાસનો ચાલક અને પશ્ચિમ જ અંતિમ ઈચ્છનીય લક્ષ્ય છે. પશ્ચિમ એક આદર્શ […]

Continue Reading

ગાંધીજીનો સંદેશ વિશિષ્ટરૂપે ભિન્ન અને આત્મસાત્ કરવો અશક્ય

મારું પુસ્તક ભારતીય અને પશ્ચિમી સભ્યતા વચ્ચેના અમુક પાયાના તફાવતને પ્રકાશમાં લાવે છે અને વિસ્તારથી એમાંના આધ્યાત્મિક, તાત્વિક, તત્ત્વદર્શી અને ઐતિહાસિક આધારોનું અન્વેષણ કરે છે. મારી દલીલ છે કે આ તફાવતને આંખ આડા કરવામાં પશ્ચિમની સભ્યતાની મહત્તા પ્રત્યે સભાનતાનો સંપૂર્ણ અભાવ અને દીવાસ્વપ્નની માનસિકતા અને ભારતીયોની આત્મસમ્માનની દીનતાભરી મનોદશા જોઈ શકાય છે. જેના ફળસ્વરૂપે આપણે […]

Continue Reading

ધર્મો વચ્ચેના ભેદને ચર્ચવાનું મહત્ત્વ

હું ઈચ્છુ છું કે બધા પ્રદેશોની બધી સંસ્કૃતિઓના વાયરા મારા આવાસમાં છૂટથી વાય. પણ, હું એ વાયરાને કારણે ઉડી જવા નથી માંગતો.-મહાત્મા ગાંધી મોટા ભાગના ઉદારમતવાદી સમાજમાં લિંગ, જાતિ કે વંશના આધારે રખાતા ભેદભાવના વિચારો દેખીતી રીતે વખોડાય છે. માનવજાતમાં રહેલી વિવિધતા મોટે ભાગે ન માત્ર સ્વીકારાય છે, એનો તો ઉત્સવ ઉજવાય છે. અલબત્ત આ […]

Continue Reading

ધર્મ અંગે ગાંધીજી અને પશ્ચિમની સમજ વચ્ચે તફાવત

મહાત્મા ગાંધીએ સંસ્કૃતના કેટલાક મૂળ શબ્દોનો ઉપયોગ કરીને સ્વધર્મ (મારો ધર્મ) શબ્દપ્રયોગ કર્યો હતો. અંગ્રેજીમાં આ માટે કોઈ સચોટ પર્યાય નથી. એમાંનો એક શબ્દ “સત્ય” હતો, જેનું તેઓ આચરણ કરતા હતા. પાશ્ચાત્ય જગતની “ટ્રુથ(truth)”ની પરિભાષાથી ભિન્ન એવું આ સત્ય એ બૌદ્ધિક પ્રસ્તાવ નહીં પણ એક જીવન જીવવાનો પંથ છે જે વ્યક્તિના આચરણ દ્વારા જીવનમાં ગૂંથાઈ […]

Continue Reading

ધર્મ ઐતિહાસિક સીમાથી પર છે

ખ્રિસ્તી, યહૂદી, ઈસ્લામ જેવા મોટા ભાગના એબ્રાહામિક ધર્મોમાં રિલિજીયનને લગતા સંઘર્ષના મૂળમાં ઈશ્વરે ચોક્કસ શું કહ્યું, કઈ રીતે કહ્યું અને એનો ચોક્કસ અર્થ શું થાય છે એ બાબતો રહેલી છે. વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ ધર્મોના અનુયાયીઓ માટે વિશ્વસનીય સિદ્ધાંતોના ગ્રંથો રચાય છે અથવા સંક્ષિપ્તમાં અતિ મહત્ત્વની ઉક્તિઓ અને માન્યતાઓ ઉપર તર્ક-વિતર્ક કરાય છે, […]

Continue Reading

વાઘ અને હરણ: શું પશ્ચિમ આપણા ધર્મને આત્મસાત્ કરી રહ્યું છે?

ધાર્મિક તેમજ બિનસાંપ્રદાયિક બંનેના સર્વસામાન્ય સત્યને પ્રસ્તુત કરનારા અને વાહક જાણે એક માત્ર તેઓ જ હોય એ રીતે પશ્ચિમે મુખોટો પહેરીને કાર્યક્રમો, પ્રયોગો અને ષડયંત્રો સમગ્ર માનવજાત પોતાની માન્યતાઓ સ્વીકારી લે એ માટે ચલાવ્યા છે અને ઉચિત ગણાવ્યા છે. હું અહીં વાઘ અને હરણનું રૂપક વાપરીને એક સંસ્કૃતિને બીજી સંસ્કુતિ દ્વારા આત્મસાત્ કરવી, બંને વચ્ચેના […]

Continue Reading