વ્યાખ્યાન
રાજીવ મલ્હોત્રા અને મીનાક્ષી જૈન વચ્ચે વાર્તાલાપ
આ વાતચીતમાં હું દિલ્હી યુનિવર્સિટીના ઈતિહાસ અને પોલિટિકલ સાયન્સના અધ્યાપક મીનાક્ષી જૈનના લેખન વિશે કહેવા માંગુ છું. હું એમને છેલ્લા વીસ વર્ષથી ઓળખું છું અને મારે હિસાબે તેઓ ભારતના ઈતિહાસ અને પોલિટિકલ સાયન્સના સર્વોત્તમ શિક્ષક છે. તેઓએ દિલ્હીમાં શેલ્ડોન પોલોકને લક્ષ્યમાં રાખીને યોજાયેલી સ્વદેશી ઈન્ડોલોજી-૨માં એક ખુબ જ સરસ પેપર પ્રસ્તુત કર્યું હતું.
“ભારતીય અસાધારણવાદનો વિચાર” – ભારત આંતરરાષ્ટ્રીય પરિષદનો વિચાર
આ પ્રવચનમાં હું “ભારતીય અસાધારણવાદ”, તેનો અર્થ તથા વિવિધ ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર તેની અસરો વિશે ચર્ચા કરીશ. અમેરિકામાં રહેઠાણના મારા અનુભવને આધારે મારે એ ચર્ચા કરવી છે કે “અમેરિકન અસાધારણવાદ” અંગેની સમજણ અન્ય દેશોની પ્રજામાં પણ એવી જ અસાધારણવાદના કથાનકની શોધ તરફ મને કેવી રીતે દોરી ગઈ.