રાજીવ મલ્હોત્રા: ભારતની સભ્યતા અને સંસ્કૃતિની જાળવણીનાં બૌદ્ધિક યોદ્ધા

ભારતીય મહાગાથા

અમુક દ્રષ્ટિએ જોતાં આપણો દેશ કઈંક અંધાધૂંધીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય એવું લાગ્યાં વિના રહેતું નથી. ચારે બાજું દ્રષ્ટિપાત કરતાં જણાય છેઅમુક વર્ગો દ્વારા રાજકીય લાભ ખાટી લેવા માટે ઉચ્ચારાતાં ઉશ્કેરણીજનક કથનોએવોર્ડ-વાપસીની નૌટંકીઓ,દલિત-દ્રવિડનાં રાજકીય પત્તાંની રમતોઅનેક દાયકાઓથી ચાલી રહેલ ધર્મપરિવર્તનોઉગ્રપંથી તત્ત્વો દ્વારા પડાતી રાડોમાઓવાદીઓ દ્વારા ચલાવાતો હિંસાનો દોર,પાકિસ્તાન દ્વારા વણથંભ્યા આપણાં દેશ ઉપર થઈ રહેલાં આતંકવાદી હુમલાઓ વગેરે.

આ સૌનાં પરિપ્રેક્ષ્યમાં એ જોવાનું આવશ્યક બની રહે છે કે આ બધું જે ચાલી રહ્યું છે તે વચ્ચે કોઈ અદ્રશ્ય શૃંખલા છે કે બધાં સ્વતંત્ર રીતે પોતપોતાની  કાર્યસૂચિ પ્રમાણે સક્રિય છે.

આ પ્રશ્નોનાં જો જવાબ મેળવવાં હોય તો રાજીવ મલ્હોત્રાને ઓળખવું અત્યંત આવશ્યક છે.

શા માટે?

આગળ વાંચો

રાજીવ મલ્હોત્રાને ઓળખનારો વર્ગ ઘણો નાનો છે. પરંતુ એમનું જે કાર્ય છે એ અજોડઅદ્વિતીય અને અનુપમ છે. જે માર્ગ પર તેઓએ લગભગ 25 વર્ષો પહેલાં યાત્રા શરું કરી એ માર્ગ તેમણે જાતે જ કંડાર્યો છે.

જે રીતે આપણાં દેશની સરહદ પર આપણાં સૈનિકો લડે છે કે જેથી આપણે સૌ શાંતિથી જીવી શકીએ એ જ રીતે રાજીવ મલ્હોત્રાએ એકલે હાથે આ અભિયાન ઉપાડયું છે કે જેથી આપણી આવનારી પેઢીઓ શાંતિથી અને અસ્મિતાથી જીવી શકે.

તેઓ લઢે છે આપણાં સૌ કાજે.

ચાલો જોઈએ આ વિભૂતિ કોણ છે.

ભારતની બહાર વસતાઅને ખાસ કરીને અમેરિકા/કેનેડામાં વસતાં ઘણાં ભારતીયો હવે રાજીવ મલ્હોત્રાને જાણતાં થયાં છેઅને ધીમે ધીમે ભારતમાં પણ એમની ખ્યાતિ ફેલાઈ રહી છે. એમનાં “ફેસબુક ફોલોઅર્સ” કૂદકે અને ભૂસકે વધી રહ્યાં છે. આ લખાય છે ત્યારે 22 લાખથી વધું છે.એમનાં લગભગ ચારસોથી વધું વિડિઓ ઈન્ટરનેટ ઉપર છે.

અમેરિકાનાં રાજ્ય ન્યુ જર્સીમાં પ્રિન્સ્ટન નામનાં શહેરમાં રહેતાં આ રાજીવભાઈ 1994માં માત્ર 44 વર્ષની યુવાન વયે પોતાની અત્યંત સફળ અને કરોડોની કમાણી વાળી કારકિર્દીમાંથી નિવૃત્ત થયાં. એ સમયે તેઓ “ફોર્ચ્યુન 100″ની યાદીમાં નોંધાયેલ ઉચ્ચ દરજ્જાનાં “કોર્પોરેટ એક્ઝીક્યુટીવ”, “સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ” અને “ઈન્ફોર્મેશન ટેક્નોલોજી” અને “પ્રસાર માધ્યમોનાં ઉધોગમાં” ખુબ જ સફળ એવાં ઉદ્યોગપતિ હતાં. એમનાં ગુરુની પ્રેરણાથી અને એમનાં આશીર્વાદથી એમનાં જીવનમાં અમુક આધ્યાત્મિક અનુભવ થયો અને આવું આમૂલ પરિવર્તન આવ્યું. એમનું આ પરિવર્તન એટલું પ્રબળ હતું અને એની પ્રતીતિ એટલી દૃઢ હતી કે એમણે વિસ જેટલી કંપનીઓમાં “વેન્ચર કેપિટલ” રોકાણ કર્યું હતું તે એક જ ઝાટકે બધી વિસે વિસ કંપનીઓ જે તે “ફ્રેન્ચાઈસી”ને માત્ર એક એક ડોલરમાં વેચી નાંખી.

પાસે રહેલી બચતમાંથી ત્રણ “ફંડ” ઉભા કર્યા. એક “ઈન્ફિનિટી ફાઉન્ડેશન”એક એમનાં કુટુમ્બનાં ભરણ-પોષણ માટેનું અને ત્રીજું એમની “રિટાયરમેન્ટ” માટેનું. આ “ઈન્ફિનિટી ફાઉન્ડેશન” ફંડ દાનધરમસંશોધન અને સમાજસેવા માટે ઉભું કર્યું. આ કાર્યનું કેન્દ્ર ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને લગતાં વિષયો હતાં અને એમનો દ્રષ્ટિકોણ અ-પશ્ચિમી અને રાષ્ટ્રપ્રેમરાષ્ટ્રભક્તિની વિભાવનાઓથી પ્રચુર હતો. તેઓએ પોતાની જાતને એક “બૌદ્ધિક/બુદ્ધિજીવી ક્ષત્રિય” તરીકે સ્થાપિત કરી છે અને તેઓ સુતા-જાગતાંખાતા-પીતાંઉઠતાં-બેસતાંચાલતાં-કે-દોડતાં ચોવીસે કલાકસાતે દહાડાંબારે માસ સતત કાર્યશીલ રહે છે. માત્ર આપણી સભ્યતા અને આપણી સંસ્કૃતિનાં રક્ષણ માટે ભવ્યસુખ-સાહ્યબીભર્યું પુષ્કળ ધન-દોલતથી ભરેલ જીવન હસતાં હસતાં છોડીને આ માર્ગ એમણે લીધો.

તેઓ સતત વિદ્વતાભરી લડાઈ લડી રહ્યાં છે એવાં લોકોની સામે જેઓનો હેતુ ભારતની સભ્યતા અને સંસ્કૃતિ વિષે વિકૃતિ ફેલાવવાનો,કલંકિત કરવાનો અને વિનાશ કરવાનો છે. તેઓએ સેકંડો લેખો લખ્યાં છેછ પુસ્તકો લખ્યા છે અને આજની તારીખે એમનાં મેજ ઉપર પંદર પુસ્તકો ભિન્ન ભિન્ન અવસ્થામાં પૂર્ણ થવાંની રાહ જોઈ રહ્યાં છે. તેમની અકલ્પનીય બુદ્ધિમત્તા અને સખત મહેનતનો અંદાજ ત્યારે જરૂર આવશે જયારે તમે જોશો કે એમનાં પુસ્તકોમાં જે સંદર્ભો અપાયેલાં છે તે સેંકડોને હિસાબે છે. “બ્રેકિંગ ઈન્ડિયા“માં 60 પાનાં, “બીઈંગ ડિફરન્ટ“માં 13 પાનાં, “ઈન્દ્રાઝ નેટ“માં 11 અને “ઘી બૅટલ ફોર સંસ્કૃત“માં 8 પાનાં ભરીને સંદર્ભો છે. તેમનાં માર્ગદર્શનસૂચન અને પ્રેરકબળથી “HIST (History of Indian Science and Technology” નામનો અન્ય એક અતિ મહત્તાવાકાંક્ષી “પોજેક્ટ” ચાલી રહ્યો છે જેમાં ભારતની પ્રાચીન “Science” અને “Technology”નો દસ્તાવેજી વૃતાન્ત સત્યની કપરી કસોટી ઉપર પાર ઉતરે એવાં સંદર્ભો પર આધારિત વિધવિધ વિષયો ઉપર 20ગ્રંથોની રચનાનો છે જેમાં 14 ગ્રંથો પૂર્ણ થઈને પ્રકાશિત થઈ ચુક્યા છે. બાકીનાં ભંડોળને અભાવે અત્યારે અટકી ગયેલાં છે.

તેઓએ છેલ્લાં લગભગ બસો-અઢીસો વર્ષોનાં સેકંડો પંડિતોવિદ્વાનો અને ઈતિહાસકારોને ઉઘાડાં પાડી દીધાં છે જેઓએ ભારતની સભ્યતા અને સંસ્કૃતિને વિકૃત રીતે રજુ કરી છેજેઓએ ભારતના ઈતિહાસને તોડી-મરોડીને ખોટી રીતે પ્રસ્તુત કર્યો અને જેની ફળશ્રુતિ છે કે આજે સિત્તેર વર્ષ પછી પણ સ્વતંત્ર ભારતનાં નાગરિકો આપણો પોતાનો સાચો ઈતિહાસ જાણતાં નથી. રાજીવ મલ્હોત્રા ભૌતિક વિજ્ઞાનનાં Ph. D.હોવાં છતાં તેમનાં વિષયથી તદ્દન ભિન્ન વિષયમાં એટલું બધું ગહન સંશોધન કર્યુંએટલો બધો અભ્યાસ કર્યો અને એટલું બધું આ વિષયો ઉપર લખ્યું છે કે ભારતની સંસ્કૃતિને હાનિ પહોંચાડનારાં સેકંડો લોકોને એમની સાથે ચર્ચા માટે અનેક વર્ષોથી પડકારવાં છતાં કોઈ આગળ આવવાં તૈયાર નથી. રાજીવ મલ્હોત્રાનાં પુસ્તકો વાંચતાં અને એમનાં વિડિઓ જોતાં એમનો ભરપૂર આત્મવિશ્વાસ,પ્રકાંડ વિદ્વતા, વિષય ઉપરનું એમનું જબરદસ્ત પ્રભુત્વ અને એમનાં એકેએક શ્વાસમાં ભારતની સભ્યતાની અને સંસ્કૃતિની “બેઠેલી અવદશા” સામે “એકલા તો ભલે એકલા” પણ લડી લેવાની એમની તત્પરતા કોઈ રીતે અવગણી શકાય નહીં

તેઓએ વિદેશીઓખાસ કરીને આમાં અમેરિકાનું પ્રભુત્વ વધું છેદ્વારા ભારત દેશ સહિત વિશ્વભરમાંચલાવાતાં “(Western) Indology”નાં અભ્યાસને પડકારવાં બીડું ઝડપ્યું છે અને તેથી તેઓએ હવે “Swadeshi Indology”ની ચળવળ ચાલું કરી છે.

વાચકમિત્રોને જાણીને આશ્ચર્ય થશે કે ભારતની સભ્યતા/સંસ્કૃતિ વિષે અભ્યાસ કરવો હોય તો ભારતનાં વિશ્વવિદ્યાલયમાં એવો કોઈ કાર્યક્રમ નથી અને તે માટે કાં તો અમેરિકાજર્મની કે પછી ઈંગ્લેન્ડ જવું પડે. હાંભારત વિષે ભણવા ભારતની બહાર જ જવું પડે છે.

રાજીવ મલ્હોત્રાનું કહેવું એમ નથી કે બધાં વિદેશીઓ “ભારત”ની સંસ્કૃતિને વિકૃત કરે છે અથવા ભારતનાં  બધાં પંડિતો ભારત પ્રત્યે નિષ્ઠાવાન છે. તેઓ એવાં લોકોને ઉઘાડાં પાડે છે જેઓ આ વિકૃતિ કરવાં માટે જૂઠાણાંનો સહારો લે છે,જેઓને આપણી સંસ્કૃતિ સાથે કોઈ લેવા-દેવા નથી કે શ્રદ્ધા નથી અને જેઓની એક ચોક્કસ “ભારત વિરોધી” કાર્યસૂચિ છે.

જે સ્તરનું કાર્ય રાજીવ મલ્હોત્રાએ ઉપાડયું છે તે જ સ્તરનુંતે જ બુદ્ધિમત્તાભર્યુ અને સખત મહેનત માંગી લે એવું કાર્ય તેમનાં ગયાં પછી પણ ચાલું રહેઆપણાં લોકોનેઆપણાં બાળકોને અને યુવાનોને આપણી સંસ્કૃતિસભ્યતા અને આપણાં ઈતિહાસનું સાચું જ્ઞાન આપણી શૈક્ષણિક સંસ્થાઓ મારફત પ્રાપ્ત થાય એ માટે તેઓ દિવસ-રાત મથી રહ્યાં છે અને “ભારતભર”માં છવાયેલાં પણ આ પ્રકારનાં “બૌદ્ધિક-ક્ષત્રિયતા”નાં કાર્યથી અજાણ એવાં અનેક વિદ્વાન લોકોને પ્રેરિત કરીને એમને આ કાર્યમાં સ્થાપિત કરવાં ખુબ જ વેગથી કાર્યશીલ છે. હું એમ કહેવું વધું ઉચિત સમજું છે કે તેઓ અનેક “સૂતેલાં સિંહોને” જગાડી રહ્યાં છે અને જેઓ સંસ્કૃતનાં પ્રકાંડ પંડિતો છે અને જેઓ સાથે સાથે આજનાં “આધુનિક યુગનાં શિક્ષણની” પણ ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે તેવાંઓને રાજીવ મલ્હોત્રા “સ્વદેશીઈન્ડોલોજી“ની ચળવળ થકી તૈયાર કરી રહ્યાં છે આ “બ્રેકિંગ ઈન્ડિયા ફોર્સીસ”ને ચર્ચા–વિચારણા માટે પડકારવાં અને આપણી સભ્યતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવાં.

અને હાંઆ લેખની શરૂઆતમાં મેં જે પ્રશ્ન કર્યો હતો કે આપણાં દેશમાં જે બધી ભિન્ન-ભિન્ન દિશાઓમાં અંધાધૂંધીની જે ગતિ-વિધિઓ ચાલી રહી છે તે સર્વે વચ્ચે કોઈ અદ્રશ્ય શૃંખલા છે કે નહીંતો એનો ઉત્તર છે પ્રચંડ “હા”. એનો ઉત્તર એમનું “બ્રેકિંગ ઈન્ડિયા” પુસ્તક વાંચવાથી વિસ્તારથી મળી જશે.

નીચે આપેલ લિન્ક પર થી “બ્રેકીંગ ઇન્ડિયા” પુસ્તક ખરીદી શકાશે.

Hindi- http://www.amazon.in/Bharat-VIkhandan-Rajiv-Malhotra/dp/9351365972

English- http://www.amazon.in/Breaking-India-Interventions-Dravidian-Faultlines/dp/8191067374

Leave a Reply