વિદેશીઓ સંસ્કૃત અપનાવે છે પણ આપણને કેમ શરમ આવે છે??

એબ્રાહામિક ધર્મો

એક બાજું પાશ્ચાત્ય ઇન્ડોલોજીનાં ધ્વજ હેઠળ કાર્યરત હિંદુદ્વેષીઓ છે. આ બહું “પહોંચેલી માયા” છે અને આ છાવણીનાં હાથમાં અમેરિકાની પ્રતિષ્ઠિત “આઈવી લીગ”ની લગામ છે અને જેને પણ ઇન્ડોલોજીની ઊપાધિ (degree) જોઈતી હોય તેણે આ છાવણીની માન્યતાઓ સાથે ચાલવું પડે છે.

આ લોકોએ આ રીતે ખોટી માહિતી ઠસાવેલ અને પૂર્વગ્રહયુક્ત લોકોની સારી એવી ફોજ ઉભી કરીને આ બધી સંસ્થાઓની શાખ જાળવી રાખવાં માટે સમતોલન જાળવ્યું છે.
આ બધાં લોકો ઈન્ડોલોજીનાં શિક્ષણ ક્ષેત્રે આખી દુનિયામાં ફેલાયેલાં છે અને આપણી સંસ્કૃતિનો નાશ કરવાં અને આપણાં લોકોમાં ફૂટ પડાવવાં જૂઠાણાં અને દ્વેષભાવ પ્રસારે છે.
આ લોકોનો ફાલ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહું વધી ગયો છે અને એમનાં વિદ્યાર્થીઓ મારફતે એમનો પ્રભાવ વિશ્વભરમાં ઘણો ફેલાયેલ છે. તદુપરાંત, એમની આજીવિકાનો આધાર એમની દ્વેષભાવ ફેલાવવાની નિપુણતા ઉપર અવલંબે છે જેને કારણે આ કાર્ય સંપન્ન કરવાં માટે તેઓ અજોડ અને મૌલિક અભિગમ પ્રસ્તુત કરે છે.

હું “રાજીવ મલ્હોત્રા+” કહું છું કારણ કે તે એક જ વ્યક્તિ છે જેમણે આ બધું જે ચાલી રહ્યું હતું તે શોધી કાઢ્યું, આ પ્રવૃત્તિ વિષે ઊંડી તપાસ કરી અને પોતાનાં પુસ્તકો દ્વારા ભારતીયો સુધી આ બધી બાબતો પહોંચાડી (Invading the Sacred, Breaking India, Being Different, Indra’s Net અને The Battle for Sanskrit). +ની નિશાની સત્યને સૂચિત કરે છે, જેમ પાંડવોએ કુરુક્ષેત્રનાં યુદ્ધમાં પસંદગી કરેલી એમ. એનો એ અર્થ પણ થાય છે કે કોઈને ગમે કે ના ગમે પણ એમની આટલા વર્ષોની તપસ્યાનું ફળ હવે મળવા માંડ્યું છે અને ઘણાં ભારતીય તેમજ સામાન્ય પશ્ચિમી લોકો વધું ને વધું આ ગતિવિધિઓની નોંધ લઈ રહ્યા છે. એટલે હવે એમનાં ટેકેદારો વધી રહ્યાં છે.

નવી કેડી કંડારનારાં મલ્હોત્રાનાં આ છેલ્લાં પુસ્તક, ધી બૅટલ ફૉર સંસ્કૃત, ને ફળસ્વરૂપે છેલ્લાં થોડાં અઠવાડિયામાં ઘણાં શ્રેણીબંધ પ્રસંગો બની ગયા છે.

હું સર્વપ્રથમ આ પ્રસંગોની હારમાળાની રજુઆત કરું છું અને પછી પ્રસાર માધ્યમોનાં પ્રતિભાવ પ્રસ્તુત કરીશ એટલે વાંચકમિત્ર પોતે જ પોતાની મેળે નક્કી કરી શકે કે આ માધ્યમોએ કેટલું “સારું” કામ કર્યું છે.

પ્રસંગોની ઝલક:

1. રાજીવ મલ્હોત્રાએ એમનું “ધી બૅટલ ફૉર સંસ્કૃત” પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં અન્ય વિષયો બાબત લખવાં ઉપરાંત પાશ્ચાત્ય ઈન્ડોલોજિસ્ટ શેલ્ડોન પોલોકનાં કામનું વિસ્તીર્ણ વિવરણ કર્યું છે.
આ કાર્ય એક અલગ છે અને આવાં પ્રકારનું પહેલી જ વાર થયું છે કારણ કે પોલોક હિન્દુઈઝમ ઉપર છેલ્લાં ઘણાં દાયકાઓથી લખી રહ્યાં છે અને એમની પોતાની એક આગવી રીત છે. પણ આપણાં પરંપરાગત પંડિતોને પોલોકનાં આ કાર્ય વિષે અથવા ભારતીય સમાજ અને સામાજિક ચર્ચા-વિચારણાં ઉપર એની શી અસર થઈ શકે એ વિષે જાણ ન હતી.
મલ્હોત્રા અમેરિકામાં રહેતાં હોવાથી અમેરિકાની સંસ્કૃતિથી ખાસ્સાં પરિચિત છે જ અને એટલાં  જ પરિચિત હિન્દુ પરંપરાથી છે, અને એમાં જન્મ્યાં હોવાને લીધે, આ કાર્ય એમણે ઉપાડી લીધું. તેમની આવી પૃષ્ટભૂમિને લીધે તેઓ પાશ્ચાત્ય ઈન્ડોલોજિસ્ટ્સ અને પરંપરાગત પંડિતો વચ્ચે સેતુ બની શકે કારણ ઘણાંઓએ એમનાં કાર્યને સમર્થન આપ્યું છે અને એમની સાથે સંબંધ બાંધવાની ઈચ્છા પણ દર્શાવી છે.

2.  એનાં ફળસ્વરૂપે 132 નામાંકિત પરંપરાગત પંડિતોએ પોલોકને  મૂર્તિ ક્લાસિકલ લાઈબ્રેરી(MCLI)નાં “સંપાદક” પદ પરથી હટાવવા માટે “પિટિશન” સહી કરી.
MCLI ની રચના 500 ભારતીય ગ્રંથોનું ભિન્ન ભિન્ન ભાષાઓમાં ભાષાંતર કરવા માટે કરાઈ હતી. પિટિશન સહી કરનારાંઓએ પોલોકનાં એક “What Is South Asian Knowledge Good For ?” ભાષણમાંથી દાખલો આપ્યો જેમાં પોલોક કહે છે કે “છે કોઈ એવાં યુનિવર્સિટીનાં કે કોઈ સંસ્થાઓના નિર્ણયકર્તાઓ જે આ વાતનો અસ્વીકાર કરે કે  માનવજીવનનાં મનન-ચિંતનનાં ઈતિહાસનાં અભ્યાસની દોડમાં પાશ્ચાત્ય જ્ઞાન જીત્યું છે અને દક્ષિણ એશિયાનું હાર્યું છે? દક્ષિણ એશિયાનાં લોકોએ ઉજાગર કરેલું દક્ષિણ એશિયાનું જ્ઞાન માનવજાતિનાં ભવિષ્ય બાબત કોઈ નોંધપાત્ર પરિણામ પ્રદાન કરવા સક્ષમ નથી”.

3. એક પાશ્ચાત્ય ઈન્ડોલોજીસ્ટ પ્રા. ડોમિનિક વુજાસ્ટિકે આ પિટિશનનો વિરોધ કર્યો અને એમ આરોપ લગાવ્યો કે પરંપરાવાળા લોકોએ શેલ્ડોન પોલોકનાં જે વક્તવ્ય ઉપર પિટિશનનો આધાર છે એને વાંચ્યું નથી
એમણે સાચું જ કહ્યું, ” આ પરિચ્છેદમાં પોલોક પાશ્ચાત્ય યુનિવર્સિટીઓનો વિરોધ કરે છે જે ભારતીય જ્ઞાનની પૂરતી કદર નથી કરતાં કે પૂરતું સન્માન નથી આપતાં અને ભારતને માત્ર પૈસા કમાવાનાં સ્થળ તરીકે અથવા પશ્ચિમનાં જ્ઞાનનો વ્યવહારું ઉપયોગ કરી શકાય એવી જગ્યા તરીકે જુવે છે.

4. એમનાં આ વિધાન બાદ પ્રા. કૃષ્ણમૂર્તિ રામસુબ્રમણિઅને આ વાતને રદિયો આપતાં પોલોકને એજ વક્તવ્યમાંથી ટાંકીને જણાવ્યું: “મોટાં ભાગનાં દક્ષિણ એશિયાની સિદ્ધિઓ અને સમજણ કોઈ પણ જાતનાં વિશ્વવ્યાપક સત્ય કે મૂલ્યો આ સિધ્ધિઓમાં કે સમજણમાં હોવાનો દાવો કરતાં નથી અને તે ખાસ એટલાં  માટે કે તે મૂલ્યો માત્ર દક્ષિણ એશિયાની જ દુનિયાને પારખવાની રીત ઉપર આધારિત છે.
પ્રા. રામ સ્વીકારે છે કે પોલોકનો સ્વભાવ છે કે એમનાં ભાષણોમાં થોડી છુટ આપવી પણ પાછળથી તેઓ એનું ખંડન કરતા હોય છે, અને જે માન્યતાઓનો પિટિશનર્સ આધાર લે છે એનું જ સમર્થન કરે છે.
એમનાં અંતિમ શબ્દો અર્થસૂચક છે: કે (દક્ષિણ એશિયાનાં જ્ઞાનની) યથાર્થતા અને ઉપયોગિતા વિષે અમારી સમજ માર્ક્સ અને વેબર પછીનાં સમયમાં ખાસ્સી વધી ગયી છે (જે ચોખ્ખો એમનો પક્ષપાત બતાવે છે અને બતાવે છે એ દ્રષ્ટિ અને એ ચશ્મા,
જે પહેરીને, તેઓ આપણી સંસ્કૃતિનો અભ્યાસ કરવાનાં છે).

એમણે પોલોકની રાજકીય સક્રિયતા વિષે પણ આંગળી ચીંઘી છે: પ્રા. પોલોકે બે નિવેદનો ઉપર સહી કરી છે જેમાં સંવિધાનની અંતર્ગત અનધિકૃત દેખાવકારોએ જે.એન.યુ. માં નવમી ફેબ્રુઆરી 2016નાં દિને પોકારેલ રાષ્ટ્રવિરોધી સૂત્રો બાબત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીનાં સત્તાધીશો અને ભારત સરકાર દ્વારા દેખાવકારોની સામે લેવાયેલાં પગલાંની આકરી ટીકા કરાઈ છે.

લોકશાહીથી ચૂંટાયેલી સરકારની “જોખમી જોહુકમી” કહીને ઝાટકણી કરતાં આ વિધાનો દેખાવકારો દ્વારા દેશનાં ટુકડાં કરવાનાં કે દેશની સર્વોચ્ચ અદાલત ઉપર “ન્યાયતંત્ર દ્વારા કતલ”  એવો આરોપ લગાવવાં જેવાં નિંદાત્મક સૂત્રો ઉચ્ચારવા બદલ મૌન જાળવે છે.

વુજાસ્ટિકનો દાવો છે કે પિટિશનર્સ પોલોકનાં આખાં સંભાષણ વિષે સુપરિચિત ન હતા, એનાં સંદર્ભમાં એમણે કહ્યું, ” અમે વુજાસ્ટિકનાં આ દાવાથી અસ્વસ્થ નથી જ્યારે તેઓ એમ કહે છે કે ” પ્રા. રામસુબ્રમણિઅમને પોલોકનાં દ્રષ્ટિકોણની 180 ડિગ્રીથી ગેરસમજ છે”, જો કે તે હકીકતમાં સદંતર ખોટું છે. પણ અમે એમનાં આ ગર્ભિત વચનથી ખૂબ ઊંડી વ્યથા અનુભવીએ છીએ  જ્યારે તેઓ એમ કહે છે કે જેમણે આ પ્રા.રામસુબ્રમણિઅનની પિટિશનમાં સહી કરી છે (જેઓ મોટે ભાગે વિખ્યાત ભારતીય પંડિતો છે), તેઓએ મારી ધારણા મુજબ  પ્રા.પોલોકનાં લખાણને વાંચ્યા વગર અથવા તેને સમજ્યા વગર જ સહી કરી છે.

ગાંધીજીનાં મત પ્રમાણે આવાં વિધાનો લગભગ વંશીય પૂર્વગ્રહની માનસિકતા બતાવે છે.

5.  બરાબર લગભગ એજ સમયે “ઘી સાઉથ એશિયા ફેકલ્ટી”એ અમેરિકન શાળાઓનાં છઠ્ઠાં ધોરણનાં પાઠ્યપુસ્તક ” World History and Geography: Ancient Civilizations”માં કેટલાક સુધારા સૂચવ્યા.

જે સુધારાઓ છે તે ચોખ્ખું દર્શાવે છે કે શિક્ષણ વિભાગ શાળાનાં વિદ્યાર્થીઓનાં મગજમાંથી ભારત અને હિન્દુઈઝમનાં અસ્તિત્વને ધીરે ધીરે ભૂંસી દેવા તત્પર છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકો શાળાનાં પાઠ્યપુસ્તકોનો નિર્વિવાદપણે વિશ્વાસ કરે છે, એટલે આ બાળકોને સત્યની વિરુદ્ધ લડવા માટે તૈયાર કરાઈ રહ્યા છે જેથી વધુ નફરત ફેલાવી શકે.

એવું જણાય છે કે આપણે મુસ્લિમ આતંકવાદીઓને વખોડીએ છીએ નાનાં બાળકોનાં માનસને પ્રભાવિત કરવાં માટે જ્યારે ઘી સાઉથ એશિયા ફેકલ્ટી શિષ્ટતાનાં નામે એજ કાર્ય કરી રહી છે.
નિમ્નલિખિત બદલાવ સૂચવવામાં આવ્યા છે.

A. “Northern India”ને બદલે “Indus Valley Civilization” કરવું

B. “પાકિસ્તાન” ઉમેરવું જેથી વાક્યમાં “Indus Valley River in India and Pakistan” વંચાય

C. “Arabian Peninsula, India and Equatorial Africa” ને બદલીને “Arabian Peninsula, the Indian Ocean Littoral and Equatorial Africa” કરવું

D. “India” ને બદલે “Indian subcontinent” કરવું

E. “The early civilization of India” ને બદલે “The early civilization of South Asia” કરવું

F. “Harappa” ને બદલીને “Indus” કરવું

G. “Hinduism”નો સંદર્ભ દેવાને બદલે “religion of Ancient India” કરવું

6. રોહન મૂર્તિ પોલોક માટે જ લડે છે.

પ્રસાર માધ્યમોની ભૂમિકા

પ્રા. ડોમિનિક વુજાસ્ટિક મેદાનમાં આવ્યાં એ પહેલાં માધ્યમો લગભગ ચૂપ હતા.

હકીકતમાં મલ્હોત્રાએ ખાસ્સી પ્રસિદ્ધિ સાથે પુસ્તકને પ્રકાશિત કર્યું. તેમણે સમગ્ર ભારતમાં અનેક મહત્ત્વની સંસ્થાઓની મુલાકાત લીધી તેમજ અનેક ભરચક સભાઓને સંબોધિત કરી. તેમણે કાંચી શંકરાચાર્યનો આશીર્વાદ લેવા અને એમનો સહકાર પ્રાપ્ત કરવાં એમની મુલાકાત પણ લીધી.

એ સમયે મેં બેએક લેખો પણ વાંચ્યાં હતાં જેમાં એમની “તોફાની” યાત્રાનો ઉલ્લેખ હતો અને એક ડર વ્યક્ત કરાયો હતો કે “social media” મુખ્ય માધ્યમો કરતાં વધું મહત્ત્વનાં બની રહ્યાં છે.
પણ માત્ર બે જ દિવસમાં દસ હજાર (નંબર વધી રહ્યાં છે) સહીઓ સાથે પિટિશન દાખલ કરાયાં બાદ “ધીરજ સાંઘી”એ પોતાનાં વ્યક્તિગત “બ્લોગ”માં લખ્યું કે એમને “પ્રા. પોલોક વિષે કોઈ જાણકારી ન હતી” છતાં પણ એમનું આખું ભાષણ વાંચી નાંખ્યું.

એમનાં આ બ્લોગમાં એમણે પિટિશન ઉપર સહી કરનારાં નામાંકિત પંડિતોને/વિદ્વાનોને બહું ઘૃણાપૂર્વક વખોડી કાઢ્યાં જાણે કે આ કામ વાણીસ્વાતંત્ર્યનો એક હિસ્સો ન હોય.

તેમણે “ઘી બૅટલ ફૉર સંસ્કૃત” હજી સુધી વાંચ્યું હોય એવું લાગતું નથી.

આ લેખનાં પ્રતિભાવરૂપે પ્રસ્તુત થયેલી કેટલીક ટિપ્પણીઓ રસપ્રદ છે.

સૌથી શરૂઆતનાં લેખોમાં બેંગ્લુરુનાં ઈકોનોમિક્સ ટાઈમ્સનું લખાણ હતું.ટૂંકાં પ્રગટ થયેલાં સમાચાર દેખીતી રીતે નિસ્પક્ષ જણાયાં પણ આ લીટીએ એમની પોલ ખુલ્લી પડી દીધી: “જેઓ પોલોકના કાર્યથી પરિચિત છે તેઓ માને છે કે સહી કરનારાઓ “એમનો પોતાનો હેતુ સિદ્ધ કરવાં પોલોકને ખોટી રીતે પ્રસ્તુત કરે છે”.

આ ચોખ્ખું બતાવે છે કે લેખકને પોલોકનાં વિગતવાર કાર્ય વિષે માહિતી હતી અને વ્યક્તિગત જાણકારી હતી કે કોઈ પણ સહી કરનારાઓને પોલોકનાં કાર્ય વિષે જ્ઞાન ન હતું. આને માટે એટલું જ કહી શકાય કે આ મનઘડત ધારણા હોઈ શકે અને આ લેખકની બેઈમાની ગણાય.

અનુશ્રી મજુમદારનું ઈન્ડિયન એક્સપ્રેસનું વક્તવ્ય જે રીતે આજે વર્તાય છે તે જોતાં એને સાપેક્ષ રીતે તટસ્થ માની શકાય (તેમ છતાં ન સમજાવી શકાય એવો MCL વગેરે માટેનો પ્રશંસાનો સૂર તો સંભળાય છે જ).
તેણી શરૂઆત આ શબ્દોથી કરે છે કે, “મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રેરીનાં કાર્ય માટે અમેરિકન વિદ્વાન પોલોકની નિમણુંક થયાનાં લગભગ છ વર્ષ પછી..”, પણ છ વર્ષ પછી થયેલી આ ચળવળનું કારણ આપતી નથી, જે હકીકતમાં શેલ્ડોન પોલોકનાં કાર્યનું “ઘી બૅટલ ફૉર સંસ્કૃત” પુસ્તક દ્વારા થયેલું વિવરણ છે.

ત્યાર બાદ આવે છે “સ્ક્રોલ”નાં મૃદુલા ચારી જે પોલોકનાં વખાણ કરતાં પોતાની જાતને રોકી શક્યાં નહીં (અને “સ્ક્રોલ” તો પ્રતિભાવને સ્વીકારતા નથી અને ઘણાં સમયથી પાશ્ચાત્ય ઈન્ડોલોજિસ્ટ્સોનું મુખપત્ર બનેલું હોવાથી આ કાર્ય તેમના માટે ઘણું સરળ હતું).

તેણી પોલોકનાં રાષ્ટ્રવિરોધી રાજકારણને એક “ફેશનેબલ” આરોપ તરીકે વખોડી કાઢે છે. આ લેખમાં પોલોકનાં થોડાં ચૂંટેલા અવતરણોનો પણ સમાવેશ કર્યો છે.

તદુપરાંત એક “સિપોય” નામનાં કોઈ લેખકનો લેખ પણ હતો(એ વાતનું આશ્ચર્ય થાય છે કે તમે જ્યારે કોઈની નિંદા કરો છો તેમજ રાષ્ટ્રને તોડવાની અને લોકોનાં ભાગલાં પાડવાની વાતો કરો છો ત્યારે આ આધુનિક યુગની વેબ-ટેક્નોલોજી તમારી ઓળખ જાહેર કરવા તમને ફરજ પાડતી નથી).

આ લેખક શાળાનાં પાઠ્યપુસ્તકો અને રામાયણનાં ઇતિહાસ વિષે વિસ્તારથી વાત કરે છે પણ એ અસંદિગ્ધ વાતનો જરાં પણ ખુલાસો કરતાં નથી કે પુરાતત્વવિદોએ સાબિત કરી દીધું છે કે મુગલોનાં સમય પહેલાં પણ રામ મંદિરનું અસ્તિત્વ હતું.

આ લેખક તદ્દન હાસ્યાસ્પદ લાગે એવો દાવો કરવા માંડે છે કે “હિંદુઓ દાવો કરે છે શુદ્ધ આર્યનાં વંશજો હોવાનો”, જ્યારે હકીકતમાં આ પાશ્ચાત્ય ઈન્ડોલોજી દ્વારા લોકોમાં ફાટફૂટ પડાવવા માટે મારી મચડીને  આપણાં સમાજ ઉપર ઠોકી બેસાડેલી માન્યતા હતી (આજે આપણે ત્યાં દલિત અલગતાવાદનું આ જ કારણ છે).

આર્યો દ્વારા ઘૂષણખોરીની માન્યતાને તો પુરાતત્વવિદોએ ક્યારનો રદિયો આપી દીધો છે તો યે હજી પણ દલીલો ચાલું જ છે.

સ્કૉટ જસચિકે પણ આ વિષય ઉપર એક લેખ લખ્યો જેમાં એમણે પાશ્ચાત્ય પંડિતો સાથે સહમતિ દર્શાવી.

આ લેખમાં ચર્ચિત વિષયમાં ઉમેરવા જેવું છેક છેલ્લે સુધી કશું ખાસ હતું નહીં પણ અંતમાં તેમણે દાવો કર્યો કે ભારતમાં જે વિદ્વાનોનાં મત રાષ્ટ્રવાદીઓ સાથે સુસંગત ના હોય એમણે પોતાની નોકરી અથવા એમની વગ ગુમાવવાની તકરાર કરી(એક અમેરિકન વેબસાઇટનો સંદર્ભ આપીને લખ્યું કે એક મુસ્લિમ લેખક છૂટથી ભારતીય રાજકીય પક્ષોના હવાલા આપીને ભારતીય વામપંથીઓની કફોડી હાલત વિષે બળાપો કાઢે છે).

જે રીતે રાષ્ટ્રવાદી શબ્દોને વગોવવામાં આવે છે એ જોતાં લાગે છે કે જાણે એ એક પ્રકારનો ગુનો ભારતીયો ના કરતા હોય, અને જાણે કે અમેરિકન લોકોએ રાષ્ટ્રવાદી થવાની જરૂર નથી અથવા રાષ્ટ્ર પ્રત્યેની લાગણીને વ્યક્ત કરવાની આવશ્યકતા નથી.

ઘી ઈકોનોમિક્સ ટાઈમ્સે મુસ્લિમ લેખક આર્શીઆ સત્તારને, જે પોલોકનાં માર્ગદર્શન હેઠળ રામાયણને ઉતારી પાડવા માટે જાણીતી છે, પોતાનાં વિચાર વ્યક્ત કરવાં આમંત્રી. તેણી પોતાનાં માર્ગદર્શકનો બચાવ કરવાની લાલચ રોકી ના શકી પણ ચર્ચા-વિચારણામાં નવું કશું ઉમેરી ના શકી.

ઈન્દ્રાણી બાસુએ હાર્વર્ડનાં “જુનિયર ફૅલો” એવાં રોહન મૂર્તિની પ્રસંશા કરતાં વિધાન કર્યું કે આ પિટિશન ઉપર સહી કરવાવાળાં “પીનટ ગૅલેરી”માં બેઠેલાં લોકો જેવાં છે જેઓ કામ કરતાં લોકો ઉપર છોતરાં ફેંકે છે.
બાસુ પ્રા. રામ દ્વારા આ બાબતને રદિયો અપાયો તેનો ઉલ્લેખ પણ નથી કરતી અને હકીકતમાં નવું કશું ઉમેરતી પણ નથી.

આમ તો આવી ઘણાં લેખો અને એનાં પ્રત્યુત્તરો છે પણ મારે ક્યાંક તો અટકવું પડે એટલે હવે અહીં જ અટકું છું. બીજું, આ મંચ ઉપર મારી ઘણી ઈચ્છા હોવાં છતાં મને સ્વતંત્રતા નથી કે અન્ય વેબસાઈટ સાથે હું અહિયાં હાઈપરલિન્ક કરી શકું, જેને કારણે આ લેખની એક મર્યાદા આવી જાય છે.
જ્યારે વાચકમિત્ર આ લેખો વાંચશે એટલે તેને અમુક લેખોમાં અમુક સરખામણી અને લક્ષણો ઉડીને આંખે વળગે એવાં જણાશે.

પ્રેરણાનું કારણ

ઉપરનાં બધાં જ લેખો પોલોકની તરફેણ કરે છે જેનાં પરથી વાંચનારને એમની આ પ્રેરણા માટે આશ્ચર્ય ઉભું થાય છે. આખરે તો, જ્યારે આટલાં બધાં ભારતીય પંડિતો અને વિદ્વાનો આવાં વિષયમાં પોતાનો આટલો બધો દ્રઢ મત રજું કરે અને જ્યારે એનાં પરિણામો દેશની એકતા અને અખંડિતતા ઉપર શું અસર કરી શકે એ ચોખ્ખું જણાતું હોય, ત્યારે એ વિચિત્ર લાગે કે આપણાં પ્રસાર માધ્યમો એક ઉપર એક એવી અનેક વાતો વહેતી કરે ભલે તેઓ પાસે નવું ઉમેરવાનું કશું ન હોય.

આનાં પરથી એવું જરૂર લાગે કે પ્રસિદ્ધિ માટેની ઝુમ્બેશ ચાલી રહી હોય, એ પછી શેલ્ડોન પોલોક કરાવતાં હોય કે મૂર્તિ કરાવતાં હોય એની અટકળ કરવી રહી.

મૂર્તિ પાસે ધનની ખોટ નથી અને પોલોકે પોતાની એક આગવી ખાસ પદ્ધતિ ઉભી કરેલી છે એટલે બહારનાંને એવું લાગે છે કે આ બંને સાથે જ સોડ તાણીને સુતા છે.

સનસનાટી ફેલાવવાનું તાત્પર્ય

આ બાબતને લગતા શરૂઆતનાં લેખોથી જ આ ઝુમ્બેશની સાબિતી મળી ગઈ હતી. પિટિશનને લગતા મુદ્દાને માત્ર સ્પર્શીને અને આ વિષયની ગંભીરતાને અવગણીને લેખકોએ એમની વાક્પટુતાનો દુરુપયોગ કરીને જેએનયુ રાષ્ટ્રદ્રોહનાં વિષયને આગળ કર્યો અને તે પણ રાષ્ટ્રવિરોધી તત્વો તરફ સહાનુભૂતિ દાખવીને. જ્યારે સામાન્ય લોકો એ બાબત ઉપર વિચારણાં કરતાં હતા કે રાજકીય હિતોથી ખરડાયેલાં ઈતિહાસની રજુઆત તેમનાં માટે ખરેખર નુકશાનકારક છે, ત્યારે બીજી બાજુ અન્ય લેખકોનો બીજો કાફલો તૈયાર થઈ રહ્યો હતો.

આ મંડળીએ પ્રા. વુજાસ્ટિકે ઉઠાવેલાં વાંધાને પરિપ્રેક્ષ્યમાં રાખીને એની ઉપરથી લેખો છાપવાનું શરું કરી દીધું કે ભારતીય પરંપરાનાં પંડિતોએ પોલોકનું આખું સંભાષણ વાંચ્યું નથી અને એમણે પોલોકનાં 1985નાં સંસ્કૃત શાસ્ત્ર ઉપર પ્રકાશિત થયેલાં પેપરનું જે અર્થઘટન કરેલું તેની મજાક પણ ઉડાવી.

ચોકસાઈનો અભાવ

પોલોકે વિવાદાસ્પદ અને અમુક તો છેક અમર્યાદિત જૂઠાણાંથી ભરપૂર એવાં સિદ્ધાંતો પ્રકાશિત કર્યા છે, પણ એ વાતનો કોઈ અસ્વીકાર નહીં કરી શકે કે એમણે આર્થિક મદદ મેળવવાં અને પોતાનું કાર્ય સંપન્ન કરવાં ઘણી મહેનત કરી છે. આ બધાં લેખકોએ કુદકા મારીને નિર્ણય ઉપર આવી જવાને બદલે મલ્હોત્રાનું પુસ્તક વાંચ્યું હોત તો વધું સારું થાત, પણ તેમણે તો પોતાના લેખો ઝડપથી બહાર પાડવાની દોડમાં વિશ્વાસપાત્રતાને કોરે જ મૂકી દીધી.

નીતિમત્તાનો પ્રશ્ન

હું જેટલું વધું વિચારું છું એટલું જ મને વધું આશ્ચર્ય થાય છે પત્રકારોનાં સાવ સહેલાઈથી વ્યભિચાર તરફ વળી જવાનાં મુદ્દે. સત્ય અને હકીકત રજું કરવાની બાબતમાં કોઈ એમનાં ઉપર જડબેસલાક જવાબદારી નંખાઈ હોય એવું જણાતું નથી.

વાણી સ્વાતંત્ર્યનાં છત્ર હેઠળ માત્ર પોતાની જાતને જ દેખતાં એવાં આ પત્રકારો એમની ઈચ્છાનુસાર કોને ભાંડવું અને કોના ગુણગાન ગાવાં એ પોતાની મનસુબીથી નક્કી કરતાં મ્હાલતા હોય છે. એમની યજમાન સંસ્થાઓ કે એમનાં માલિકો એમનાં લેખોમાંની ટિપ્પણીઓને પુન:સમીક્ષાના નામે બહાલી આપે કાં પડતી મુકવા સૂચવે એ પણ તેઓની ઈચ્છા ઉપર અવલંબે છે અને સામાન્ય જનતાનાં અવાજને આ રીતે આસાનીથી દબાવી દેવાય જાણે કે આ અવાજનું અસ્તિત્વ જ નથી.

અંતે તો.

એ દીવા જેવું સ્પષ્ટ છે કે પત્રકારત્વ એ આધુનિક યુગનો વિચાર છે કારણ કે જો પત્રકારત્વ ઉપર શાસ્ત્ર રચાયું હોત તો પત્રકારત્વ માટેનાં નૈતિક મૂલ્યો ઘણાં ઊંચા હોત અને તો તેઓ ધર્મિક જીવનમાં વણાયેલ સામાજિક જીવનવ્યવસ્થાનાં મૂલ્યો પ્રત્યે સજાગ રહીને પોતાની જવાબદારી નિભાવવા પ્રેરિત થાત. અને તો વિશ્વ આવાં અવરોહાત્મક આત્મઘાતી વલણવાળાં લોકોથી મુક્ત રહીને જે એકમાત્ર સત્ય છે એ દિશામાં આગળ વધી શકત.
આ બજારુ અર્થતંત્રમાં શબ્દોની હવે એવી કિંમત રહી નથી જે આધ્યામિકતા માટે એક માધ્યમ બની શકે પણ આ શબ્દો હવે રાજકીય સત્તા જાળવી રાખવાં, શૈક્ષણિક સંશોધનનાં તારણો માટે, જૂઠો ઈતિહાસ રચવા માટે અને સમાચારનાં કારખાના તરીકેની ભૂમિકા ભજવવા જેવાં મુદ્દાઓ હવે એકબીજામાં વણાઈ ગયાં છે અને ખતરનાક રાક્ષસમાં આ શબ્દોનું રૂપાંતર થઈ રહ્યું છે અને લોકો સાથે વધુંમાં વધું આર્થિક લાભપ્રાપ્તિ માટે રમત રમાઈ રહી છે.
આપણામાં જે સમજદાર હોય તે આ બાબતની નોંધ લે તો સારું.

Leave a Reply